અમરેલીઃ ૧૧ વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.
પિતા પુત્ર બંને વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર બંનેની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે.
આણંદઃ ઉમરેઠની રતનપુરા મોટી કેનાલ માં ૪ બાળકો ડુબ્યા છે. ર બાળકોના મોત થયા છે, જ્યારે બેને બચાવી લેવાયા છે. કાળજાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેનાલમાં નહાવા પડયા હતા. વહેતા પાણીમાં બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા. આણંદ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ર બાળકોને બચાવ્યા.
બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટયા. મૃત બાળકો ઉમરેઠના રતનપુરાના ૨હેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા: જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હતા. ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું. હરીહરાનંદ બાપુ અમદાવાદથી સુરત જતાં સમયે વડોદરામાં ભક્ત રાકેશના ઘરે રોકાયા હતા. આ અંગે ભક્ત રાકેશ ડોડીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બાપુને કપુરાઇ ચોકડી હાઇવે પાસે આવેલ હનુમાનજી મંદિર પર ઉતાર્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે, વડોદરાના ખાસવાડી સ્મશાનના કાળુ મહારાજને મળવા જવું છે એટલે મને અહીંયા ઉતારી દે. બાપુ 30 એપ્રિલના રોજ રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હતા. હવે આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં કેવડીયા આશ્રમના સંત પરમેશ્વર ભારતીએ ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે. આ ઉપરાંત આશ્રમના સંચાલક મહાદેવ ભારતી બહાર હોવાનું સેવકોએ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુમસુદાની ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ છે. જે ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થાય છે તે પોલીસે મેળવી ગુમ થવાનું કારણ શોધવા કવાયત શરુ કરી છે. પોલીસે હાઇવ નજીકના સીસીટીવી, મોબાઈલ લોકેશન અને કથિત સેવકોની તપાસ શરૂ કરી છે.