Election 2024 Live Update: CM કેજરીવાલની ધરપકડ સામે રાજકોટ- સુરતમાં AAPનો વિરોધ, કાર્યકર્તાઓની અટકાયત

Election 2024 Live Update: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

gujarati.abplive.com Last Updated: 22 Mar 2024 01:55 PM
રોહન ગુપ્તાએ રાજીનામું ન આપવું જોઈએ

બિમલ શાહે કહ્યું કે આવા સંજોગોમાં રાજીનામું ન આપવું જોઈએ. પહેલા ઉમેદવારી પરત ખેંચી, હવે રાજીનામું આપ્યું તેના પર સંદેશ. રાજીનામું આપવાનો રોહન ગુપ્તાનો નિર્ણય ખોટો છે. રોહન ગુપ્તાને નાની ઉંમરમાં કૉંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. કોગ્રેસ નેતા હિંમત સિંહે કહ્યું કે રોહન ગુપ્તાનું કૉંગ્રેસમાંથી જવું દુઃખદ વાત. 40 વર્ષથી તેમનો પરિવાર કૉંગ્રેસમાં હતો. રોહન ગુપ્તાએ કૉંગ્રેસ સાથે રહેવું જોઈએ. રોહન ગુપ્તાએ રાજીનામું પરત ખેંચી લેવુ જોઈએ. કોગ્રેસના અન્ય નેતા નરેન્દ્ર રાવતે કહ્યું કે રોહન ગુપ્તાને રાષ્ટ્રીય નેતાઓ સાથે સંપર્ક હતો. રોહન ગુપ્તાએ રાષ્ટ્રીય નેતાઓ સાથે વાત કરવી જોઈતી હતી. રોહન ગુપ્તાએ રાજીનામું ન આપવું જોઈએ. 

રાજકોટની બેઠકને લઈ કૉંગ્રેસમાં ગુંચવાયું કોકડું 

રાજકોટની બેઠકને લઈ કૉંગ્રેસમાં કોકડું  ગુંચવાયું હતું. પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાય તેવી શક્યતા હતી. હવે હેમાંગ વસાવડાને ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે. વસાવડાએ કહ્યું કે રોહન ગુપ્તા આવુ કેમ કર્યુ તે ચર્ચાનો વિષય છે. હું રાજકોટથી ચૂંટણી લડવા માંગુ છું. હાઈકમાન્ડ ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ. આગામી બે દિવસમાં રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર થશે. મારે અને પરેશભાઈને કોઈ વાતચીત થઈ નથી.


 


 

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રોહન ગુપ્તાએ અંગત પારિવારીક કારણોને લઈને રાજીનામું આપ્યં છે. નેશનલ સોશલ મીડિયા કો-ઓર્ડિનેટર છે રોહન ગુપ્તા. પિતાની નાદુરસ્ત તબિયત બાદ કેટલાક નેતાઓએ કર્યા હતા રોહન ગુપ્તા પર આરોપ. પક્ષના જ પક્ષના નેતાઓના આરોપોથી વ્યથિત હતા રોહન ગુપ્તા. રોહન ગુપ્તાએ કહ્યું કે, મારા અને મારા પરિવાર માટે કપરો કાળ. વ્યક્તિગત જીવનમાં સિનિયર નેતાઓએ આરોપ કર્યા. છેલ્લા ત્રણ દિવસથી છબી ખરડવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. એક નેતાના અહંકારી, અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે. મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે. મારી નમ્રતાને મારી નબળાઈ ન ગણવી જોઈએ. મે મારી ઉમેદવારી પાછી ખેંચીને જીનનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.

સુરતમાં CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનો વિરોધ

CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.  સુરતમાં માનગઢ ચોકમાં આપ પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કૉંગ્રેસ લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણી પણ  વિરોધમાં જોડાયા હતા. વિરોધ પ્રદર્શન કરતા AAP કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.


રાજકોટમાં પણ AAPના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 30 કાર્યકર્તાઓની અટકાયત કરાઇ હતી. 

કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના શાબ્દિક પ્રહાર 

કેજરીવાલ પર અનુરાગ ઠાકુરે શાબ્દિક પ્રહાર કર્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કૌભાંડમાં કેજરીવાલનું નામ છે. કેજરીવાલ તપાસથી ભાગી રહ્યા છે.  રાજનીતિમાં આવતા પહેલા કેજરીવાલ કૉંગ્રેસ પર પ્રહાર કરતા હતા. અગાઉ કેજરીવાલ કૉંગ્રેસના ભ્રષ્ટાચારની વાત કરતા હતા. કોગ્રેસ સાથે ક્યારેય હાથ ન મીલાવવાની વાત કરતા હતા. ભ્રષ્ટાચારના કેસમાં આજે તે તમામ લોકો જેલમાં છે. 


 


 

અરવિંદ કેજરીવાલના ધરપકડ મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી હતી.

અરવિંદ કેજરીવાલના ધરપકડ મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી હતી. ભાજપે કહ્યું હતું કે ભ્રષ્ટાચારી કાનૂનથી બચી શકે નહીં. ભ્રષ્ટાચાર સામે શહેનશાહ બનવાનું કેજરીવાલનું નાટક છે. નવ નવ સમન્સ બાદ પણ કેજરીવાલ ED સમક્ષ હાજર થઇ રહ્યા નહોતા. કેજરીવાલનો ઘમંડ તૂટ્યો છે. કેજરીવાલે કાયદાનું સન્માન કર્યું નહોતું. 









દિલ્હીમાં આપના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

ED ઓફિસમાં કેજરીવાલની પૂછપરછ શરૂ 

લિકર પોલિસી કેસમાં કેજરીવાલની ધરપકડ બાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સૂત્રોએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પૂછપરછમાં સહયોગ આપી રહ્યા નથી. કેજરીવાલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાક્ષીઓના આધારે કેજરીવાલની પૂછપરછ કરવામાં આવી રહી છે. 





વીડિયોના માધ્યમથી ભાજપનો કેજરીવાલ પર પ્રહાર 

વીડિયોના માધ્યમથી ભાજપે કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. ભાજપે અરવિંદ કેજરીવાલનો વીડિયો પોસ્ટ કર્યો. 'ચોરી કરનારાઓને જેલમાં પુરી દઈશ' તેવો વીડિયો પોસ્ટ કર્યો હતો. ભાજપે વીડિયોની સાથે લખ્યું- 'આજ અરવિંદ કેજરીવાલ કી ઈચ્છા પુરી હુઈ. 

કૉંગ્રેસના બે કોર્પોરેટરો પણ હવે ભાજપના કેસરિયા કરવા જઈ રહ્યા છે.

કૉંગ્રેસના ગઢ સમાન ગાંધીનગર જિલ્લામાં જ હવે કૉંગ્રેસ સાફ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા કૉંગ્રેસના બે કોર્પોરેટરો પણ હવે ભાજપના કેસરિયા કરવા જઈ રહ્યા છે. કૉંગ્રેસ કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા લોકસભા ચૂંટણી પહેલા અને હોળાષ્ટક બાદ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. ભાજપ પણ આ બંન્ને કોર્પોરેટરો સાથે છેલ્લા થોડા દિવસોથી બેઠક કરી રહી છે. એટલું જ નહીં અંકિત બારોટ તો ભાજપ નેતા સાથે ગાંધીનગરમાં મળવા પણ પહોંચ્યા હતા. વિજાપુરના ધારાસભ્ય તરીકે સી.જે.ચાવડા ભાજપમાં જોડાતા તેમના ટેકેદારો તરીકે ગણાતા બંન્ને કોર્પોરેટરો પણ હવે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરી લેશે.જેના કારણે ગાંધીનગર મહાનગર પાલિકા કૉંગ્રેસમુક્ત બની જશે.

બ્રેકગ્રાઉન્ડ

Election 2024 Live Update: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીએ કુલ 57 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદી તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસે તેની ત્રીજી યાદીમાં અરુણાચલ પ્રદેશની 2 બેઠકો, ગુજરાતની 11 બેઠકો, કર્ણાટકની 17 બેઠકો, મહારાષ્ટ્રમાં 7 બેઠકો, રાજસ્થાનની 6 બેઠકો, તેલંગાણાની 5 બેઠકો, પશ્ચિમ બંગાળની 8 બેઠકો અને એક બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. પુડુચેરીના નામ જાહેર કરવામાં આવ્યા છે.લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 11 ગુજરાતની બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.


લોકસભાની ચૂંટણીને લઇને કોગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુરૂવાર 21 માર્ચે સાંજે લોકસભાની બેઠક માટે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ 57માં 11 ગુજરાતની બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે.


કોંગ્રેસે લોકસભાની 11 બેઠકો માટે જાહેર કર્યાં ઉમેદવારો


સુરતથી નિલેશ કુંભાણીને આપી ટિકિટ


પાટણથી ચંદનજી ઠાકોરને આપી ટિકિટ


ગાંધીનગરથી સોનલબેન પટેલને આપી ટિકિટ


સાંબરકાંઠાથી તુષાર ચોઘરીને આફપી ટિકિટ


જામનગર જેપી મારવિયાને આપી ટિકિટ


અમરેલીથી જેની બેન ઉતરે મદાને


આણંદથી અમિતભાઇ ચાવડાને આપી ટિકિટ


ખેડાથી કાળુંસિંહ ડાભીને આપી ટિકિટ


પંચમહાલથી ગુલાબસિહ ચોહાણને આપી ટિકિટ


દાહોદથી પ્રભાબેન તાવિયાદને આપીટિકિટ


છોટા ઉદેપુરથી સુખરામભાઇ રાઠવા


ભાજપે 276 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, એવું માનવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકે છે. વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી પહેલા 195 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા 72 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. હવે પાર્ટીએ ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


ભાજપે બે યાદીમાં 21 ટકા સાંસદોની ટિકિટ રદ કરી હતી.
ત્રીજી યાદી જાહેર કરતા પહેલા ભાજપે બે યાદીમાં 267 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં પાર્ટીએ 21 ટકા વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી. બંને યાદીઓમાંથી, ભાજપે 63 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી હતી, જેમાંથી 2એ પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.