અમદાવાદ: દેશના કરોડો દર્શકોના વિશ્વાસ અને પ્રેમના કારણે ENBAના એવોર્ડ્સ સમારોહમાં abp ન્યૂઝે 25 એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. જ્યારે ગુજરાતના દર્શકોની પહેલી પસંદ abp અસ્મિતા ન્યૂઝ ચેનલના એડિટર રોનક પટેલને બેસ્ટ એન્કરનો એવોર્ડ્સ (Best Anchor Award for West region) આપવામાં આવ્યો છે. આ સિવાય ENBAના એવોર્ડ્સ સમારોહમાં 7 એવોર્ડ્સ એબીપી નેટવર્કની પ્રાદેશિક ચેનલોને (Regional channels) મળ્યા છે.
એબીપી ન્યૂઝે ENBA એવોર્ડ્સમાં ધૂમ મચાવી દીધી છે. ’ઘંટી બચાઓ’ને બેસ્ટ કરંટ અફેર્સ પ્રોગ્રામ અને બેસ્ટ બિઝનેસ પ્રોગ્રામ (હિન્દી)નો મળ્યો છે. જ્યારે એબીપી ન્યુઝના ટોક શો ‘શિખર સમાગમ’ ને બેસ્ટ ટોક શો (હિન્દી) નો એવોર્ડ મળ્યો છે. આ સિવાય એબીપી ન્યૂઝની શ્રેણી 'અયોધ્યા વો 40 દિન' ને બેસ્ટ ઇન ડેપ્થ સિરીઝનો એવોર્ડ મળ્યો છે.
એબીપી ન્યૂઝને મળેલા એવોર્ડ્સ
બેસ્ટ કરંટ એફેર્સ પ્રોગ્રામ હિંદી- ઘંટી બચાઓ- નૉન કોરોના મરીઝ કી દિક્કત
બેસ્ટ બિઝનેસ પ્રોગ્રામ હિંદી- ઘંટી બચાઓ- ચીન કા ચક્રવ્યૂ
બેસ્ટ ટોક શો હિંદી- રૂબિકા લિયાકત- શિખર સમાગમ
હરિયાણા દારુ કાંડની કવરેજ માટે બેસ્ટ ન્યૂઝ કવરેજ નેશનલનો ENBA એવોર્ડ
એબીપી ન્યૂઝની શ્રેણી 'અયોધ્યા વો 40 દિન' ને બેસ્ટ ઇન ડેપ્થ સિરીઝનો એવોર્ડ
યુપીના 'હાથરસ કાંડ' ના કવરેજ માટે એબીપી ન્યૂઝને બેસ્ટ ન્યૂઝ કવરેજ માટેનો નેશનલ એવોર્ડ
'અમેરિકામે પરાલી' માટે એબીપી ન્યૂઝને બેસ્ટ ન્યૂઝ કવરેજ ઇન્ટરનેશનલનો એવોર્ડ
હાથરસ કાંડના કવરેજ માટે એબીપી ન્યૂઝને બેસ્ટ ન્યૂઝ વીડિયો કવરેજ માટે એવોર્ડ
બેસ્ટ બ્રેકફાસ્ટ શો 'નમસ્તે ભારત'
Best Early પ્રાઇમ ટાઇમ શો- 'માતૃભૂમિ'
બેસ્ટ લેટ પ્રાઇમ ટાઇમ શો (હિન્દી) - 'સનસની'