ગાંધીનગરઃ પૂર્વ સૈનિકોના આંદોલનના અગ્રણીઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાટાઘાટો માટે બોલાવતા 5 આગેવાનો ગયા છે. પ્રમુખ હિતેન્દ્ર નિમાવતની આગેવાનો સાથે 5 લોકો મળવા ગયા છે. ગુજરાત માજી સૈનિક સંગઠન અને રાજ્યસરકાર વચ્ચે વતાઘટો શરૂ થઈ છે. હકારાત્મક નિર્ણય આવે તે માટે બંને પક્ષે ચર્ચા ચાલું છે.
આજે નિવૃત આર્મી જવાનોએ સચિવાલયમાં ઘૂસવાનું એલાન કર્યું હતું. જેને પગલે રેપીડ એક્શન ફોર્સ સ્ટેન્ડ બાય પર રાખી દેવામાં આવી છે. એક બાજુ નિવૃત આર્મી જવાન બીજી બાજુ રેપીડ એક્શન ફોર્સ. જો કે નિવૃત આર્મી જવાનોને સમજાવીને થોડા પાછા મોકલવામાં આવ્યા હતા.
Mass CL : સરકાર શક્ષિકો સામે આકરા પાણી, માસ સીએલ પર ગયેલા શિક્ષકોની માગી માહિતી
ગાંધીનગરઃ ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે. સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
બીજી તરફ, માસ સીએલ પર ગયેલા શિક્ષકો સામે સરકાર આકરા પાણીએ છે. શિક્ષણ વિભાગે માસ સીએલ પર ગયેલા તમામ શિક્ષકોની માહિતી માંગી છે. માસ સીએલ પર ગયેલા શિક્ષકોને કારણદર્શક નોટિસ પાઠવવામાંના આદેશ . વહીવટી શિક્ષાત્મક પગલાં કેમ ન લેવા? તે અંગેની નોટિસ ફટકારવામાં આવશે.
અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાની 985 શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. 6700 પૈકીના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મોરબી જિલ્લાના 3200થી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.
બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ ના શિક્ષકો માસ cl ઉપર છે. જિલ્લાની 2453 શાળાઓમાંથી ૯૦ ટકા શાળાઓને લાગ્યા ખંભાતી તાળા. વિદ્યાસહાયક શિક્ષકો, એક વર્ષમાં નિવૃત્ત થતા હોય તેવા શિક્ષકો અને પ્રવાસીઓ શિક્ષકો નથી માસ સીએલ ઉપર. જૂની પેન્શન યોજના ની મુખ્ય માંગ ની અમલવારી ન થતા શિક્ષક આલમમાં રોષ. ગઈકાલથી જ શિક્ષકોએ સરકારના વિવિધ મંડળોના નિર્ણયથી નારાજ થઈ આજે ઉતર્યા માસ સીએલ ઉપર. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા, લાખણી,દિયોદર,વાવ,થરાદ ભાભર,કાંકરેજ,ડીસા,પાલનપુર સહિતની શાળાઓને લાગ્યા તાળા.
પંચમહાલ જિલ્લાની મોટા ભાગની શાળાના શિક્ષકો માસ CL ઉપર . સરકારના નિર્ણયથી અસંતુષ્ટ શિક્ષકોએ માસ CL નો કાર્યક્રમ યથાવત રાખ્યો . જિલ્લાની 50 ટકા ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય બંધ. જૂની પેન્સન યોજના મુખ્ય માગ જેની અમલવારી ન થતા શિક્ષકો દ્વારા માસ CL ઉપર ઉતરવાનો લેવાયો નિર્ણય . ગઈકાલના સરકાર અને વિવિધ મંડળોના નિર્ણયથી શિક્ષકો માં જૉવા મળી છે નારાજગી.
જામનગર શહેર અને જીલ્લાના શિક્ષકો માસ સી.એલ પર નથી. જામનગર જીલ્લા પંચાયતના જુજ કર્મચારીઓ માસ સી.એલ.પર છે.જામનગર જીલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળના ૭૦ અને મહેસુલી કર્મચારી મંડળના ૨૬ કર્મચારીઓ માસ સી.એલ પર છે.