ગાંધીનગરઃ ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે. સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા.
અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાની 985 શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. 6700 પૈકીના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મોરબી જિલ્લાના 3200થી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.
બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ ના શિક્ષકો માસ cl ઉપર છે. જિલ્લાની 2453 શાળાઓમાંથી ૯૦ ટકા શાળાઓને લાગ્યા ખંભાતી તાળા. વિદ્યાસહાયક શિક્ષકો, એક વર્ષમાં નિવૃત્ત થતા હોય તેવા શિક્ષકો અને પ્રવાસીઓ શિક્ષકો નથી માસ સીએલ ઉપર. જૂની પેન્શન યોજના ની મુખ્ય માંગ ની અમલવારી ન થતા શિક્ષક આલમમાં રોષ. ગઈકાલથી જ શિક્ષકોએ સરકારના વિવિધ મંડળોના નિર્ણયથી નારાજ થઈ આજે ઉતર્યા માસ સીએલ ઉપર. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા, લાખણી,દિયોદર,વાવ,થરાદ ભાભર,કાંકરેજ,ડીસા,પાલનપુર સહિતની શાળાઓને લાગ્યા તાળા.
પંચમહાલ જિલ્લાની મોટા ભાગની શાળાના શિક્ષકો માસ CL ઉપર . સરકારના નિર્ણયથી અસંતુષ્ટ શિક્ષકોએ માસ CL નો કાર્યક્રમ યથાવત રાખ્યો . જિલ્લાની 50 ટકા ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય બંધ. જૂની પેન્સન યોજના મુખ્ય માગ જેની અમલવારી ન થતા શિક્ષકો દ્વારા માસ CL ઉપર ઉતરવાનો લેવાયો નિર્ણય . ગઈકાલના સરકાર અને વિવિધ મંડળોના નિર્ણયથી શિક્ષકો માં જૉવા મળી છે નારાજગી.
જામનગર શહેર અને જીલ્લાના શિક્ષકો માસ સી.એલ પર નથી. જામનગર જીલ્લા પંચાયતના જુજ કર્મચારીઓ માસ સી.એલ.પર છે.જામનગર જીલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળના ૭૦ અને મહેસુલી કર્મચારી મંડળના ૨૬ કર્મચારીઓ માસ સી.એલ પર છે.
રાજ્યના સરકારી કર્મચારીના સંગઠનમાં બે ફાંટા પડી ગયા છે. મંડળના અન્ય હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે માસ સીએલ પર ઉતરશે. ગઈ કાલે સરકાર સાથે સમાધાનની જાહેરાત પછી સંગઠનમાં બે ફાંટા પડ્યા છે અને માસ સીએલની જાહેરાત કરવામાં આવી છે. જેની અસર આજે જોવા મળી રહી છે. અનેક જગ્યાએ શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે.
સમાધાનની બેઠકમાં ઉપસ્થિત ભીખાભાઈ પટેલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. જ્યારે સમાધાનની બેઠકમાં ઉપસ્થિત દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉઠાવી રહ્યા નથી. બીજી તરફ કોઈ બે ફાંટ ન પડ્યા હોવાનો ટીમ ઓપીએસના કન્વીનરે દાવો કર્યો છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો આક્ષેપ NOPRUFના પ્રમુખે કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માંગ છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા હતા.
ટીમ ઓપીએસ દ્વારા આજનો માસ સીએલ નો કાર્યક્રમ યથાવત રહેશે. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જુની પેંશન યોજના નથી મળી એવા કર્મચારીઓ જોડાશે. ગઈ કાલે સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નિતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.
જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે કહ્યુ સરકાર સામેની હડતાળ જારી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પેંશન યોજનાની જાહેરાતમાં વિસંગતા હોવાને લઇ શિક્ષકોની હડતાલ ચાલુ રહેશે. સાબરકાંઠા જિલ્લાના 6018 શિક્ષકો માસ સીએલ પર. જિલ્લામાં કુલ 6258 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. 157 શિક્ષકો ફિક્સ પગાર પર છે તો 66 શિક્ષકો લાંબી રજા પર.
અમદાવાદ જિલ્લાના 5000 જેટલા શિક્ષકો માસ સીએલ યથાવત્. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેન્શન યોજના નથી મળી તેને લઈને આજે માસ સી એલ પર. જો સરકાર તેમની જૂની પેન્શન યોજના નહીં સ્વીકારે તો વધુ આક્રમક રીતે કરશે વિરોધ. આજે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની શાળાઓને આપવામાં આવી છે રજા.
તાપી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચતર વિભાગના શિક્ષકો માસ સી એલ પર ઉતર્યા. તાપીમાં આજનો માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખ્યો. વિવિધ માંગોને લઈ માસ સી એલ પર ઉતર્યા શિક્ષકો. પંચમહાલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આવતીકાલે "માસ સી એલ "નું એલાન યથાવત રાખવા એલાન. જુની પેંશન યોજના અંગે ની સરકાર ની જાહેરાત સંઘ ને મંજુર ના હોઈ આંદોલન મોફૂંક રાખવા ની જાહેરાત પછી ખેંચાઈ. રાજ્ય કક્ષાએથી કાલના માસ સીએલના કાર્યક્રમની મોકુફ રાખવા સાથે પંચમહાલ મહાસંઘ સંમત ના હોઈ આવતીકાલે માસ સીએલ પર ઉતરશે પંચમહાલના શિક્ષકો.
દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ યથાવત. જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. આજે એક દિવસ માટે શિક્ષકો માસ સીએલ પર અને ત્યારબાદ આગામી કાર્યકર્મ નક્કી કરશે. સંઘના પ્રમુખે માસ સી એલ ને લઈ આપી માહિતી. શિક્ષકોની હડતાલ યથાવત.