કોરોનાને હરાવવા સરકારનો એક્સક્લૂઝીવ પ્લાન ABP અસ્મિતા પાસે આવ્યો છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લીધેલાં પગલાંનો રિપોર્ટ રાજ્ય સરકારે કોર્ટમાં રજૂ કર્યો છે. જેમાં ઈન્જેક્શન અને દવાઓની અછત તેમજ મજબૂત મેડિકલ માળખું ઉભું કરવા મામલે સરકારે લીધેલા પગલાંની કોર્ટને જાણ કરાઈ છે.


સુરતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતો અટકાવવા માટે સરકારે સ્ટ્રેટેજી બનાવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે, જુલાઈ કરતા ઓગસ્ટમાં ઓક્સિજનના ઉપયોગની જરૂરિયાત ઘટી છે. આ સાથે જ રાજ્યમાં રોજના ટેસ્ટિંગની સંખ્યા 22 હજારથી વધારી 50 હજાર કરાઈ છે અને સુરતમાં અત્યાર સુધી 900 દર્દીઓને ટોલીસીઝુમેબ ઈન્જેક્શન અયાયાનો દાવો કરવામાં આવ્યો છે અને અત્યારે 400 MGના 500 અને 80 MGના 85 ટોસીલીઝુમેબ ઈંજેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે.

સરકાર પાસે 233 ઈટોસિલિઝુમેબ અને 1 હજાર 660 રેમડેસીવીર ઈન્જેક્શન ઉપલબ્ધ છે. સુરતમાં હજુ પણ નવી 750 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ સાથે જ સુરતમાં જગ્યાએ જગ્યાએ ધનવંતરી રથ કાર્યરત કરાઈ. ટેસ્ટિંગની માત્રા વધારવી, 104 હેલ્પલાઇન પર આવતા તમામ કોલ્સને તાત્કાલિક એટેન્ડ કરી દર્દીને પ્રાથમિક તબક્કામાં જ સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સાથે જ સુરક્ષાકવચ સમિતિઓને કાર્યરત કરાઈ છે. ઝોન વાઈઝ વોરરૂમ ઉભા કરી અસરકારક રીતે હોમ આઈસોલેશનમાં અને ફોલોઅપ સ્ટ્રેટેજી બનાવાઈ છે. રત્નકલાકારો અને ટેક્સ્ટાઇલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં લોકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવાઈ છે અને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરી સારવાર અપાઈ છે. સુરતમાં બે સરકારી અને 44 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અધિકૃત કરાઈ છે.