ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1094 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 19 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,359  એક્ટિવ કેસ છે, જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,283 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 77,663 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, મોરબીમાં 1, રાજકોટમાં 1 મળી કુલ 19  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 148, વડોદરા કોર્પોરેશનમાં 96,  સુરતમાં 68, રાજકોટ કોર્પોરેશનમાં 64,  જામનગર કોર્પોરેશન 52, પંચમહાલ 43, મોરબી 39, રાજકોટ 31, અમરેલી 30, કચ્છ 29, ભરૂત 24, ગાંધીનગર 20, ગીર સોમનાથમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1015 દર્દી સાજા થયા હતા અને 51,217 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 12,62,264  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,01,746 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,00,875 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 921 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Corona Vaccine: રશિયાએ તૈયાર કરી લીધી કોરોના રસી ‘Sputnik V’ની પ્રથમ બેચ, જાણો વિગત