રાજ્યમાં હાલ તો બપોરે ગરમી અને રાતે ઠંડીના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો કંડલા એયરપોર્ટ પર 10.1 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 14 ડિગ્રી, સુરતમાં 16.8 ડિગ્રી, વલસાડમાં 11.5 ડિગ્રી, અમરેલીમાં 12.4 ડિગ્રી, ભાવનગરમાં 14.2 ડિગ્રી, ઓખામાં 16 ડિગ્રી, રાજકોટમાં 12.1 ડિગ્રી, વેરાવળમાં 16.4 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
બીજી બાજુ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં શિયાળુ માહોલ ફરીથી શરૂ થયો છે. મુંબઇમાં બુધવારે વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ઠંડા પવનોને કારણે આજે લઘુત્તમ તાપમાનમાં પણ એક(૧) ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.
બીજીબાજુ બુધવારે મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવાના સમાચાર મળે છે. મધ્ય મહારાષ્ટ્રનું જળગાંવ ૧૧.૪ ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.