જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાંથી બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું છે. જૂનાગઢ જિલ્લાના બાંટવામાંથી 85 બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાયા છે. હંગામી કર્મચારીએ બોગસ આયુષ્માન કાર્ડ કાઢયા હતા. બોગસ આયુષ્માન કાર્ડ ઓનલાઇન સ્થગિત કરવામાં આવ્યા છે.

હંગામી મહિલા કર્મચારીએ તેના આઇડીમાંથી બોગસ કાર્ડ કાઢ્યા હતા. હંગામી મહિલા કર્મચારીને છુટા કરી દેવામાં આવ્યા છે. સમગ્ર જુનાગઢ જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. હજુ વધુ બોગસ આયુષ્માન કાર્ડ ઝડપાય તેવી આશંકા છે.

બાંટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મહિલા કર્મીએ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય તંત્રએ તમામ કાર્ડ બ્લોક કરી દીધા છે. મહિલા કર્મીને નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.