ખેડૂતો માટે માઠા સમાચાર! આ દિવસે ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
abpasmita.in | 11 Jan 2020 09:21 AM (IST)
13મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4-5 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થવાની આગાહી છે અને તેથી તે દરમિયાન દેશમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેના કારણે દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગુરુવારથી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 13 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ એકાદ બે દિવસમાં માવઠાની પણ અસર જોવા મળશે. હાલ ગુજરાતમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગના પ્રમાણે, 13મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલું જ નહીં, 13મી તારીખે બનાસકાંઠા, દ્રારકા અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવનાઓ છે. ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીના તહેવારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા જોવા મળી રહી છે. 12 અને 13 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. 14મી જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમ પવન પણ રહેશે. ત્યારે પતંગરસિયાઓ માટે ટેન્શન આપનાર આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી વધશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું જાય તેવી સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.