પાલનપુર: ટોળાંએ યુવકની જાહેરમાં કેમ કરી ધોલાઈ, વીડિયો થયો વાયરલ
abpasmita.in | 11 Jan 2020 11:06 AM (IST)
ધાનેરામાં એક યુવકને ત્રણથી ચાર લોકો ભેગા મળીને અન્ય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કેમ કરી તે બાબતે ઠપકો આપીને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ
પાલનપુરઃ ધાનેરામાં એક યુવકને ત્રણથી ચાર લોકો ભેગા મળીને અન્ય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કેમ કરી તે બાબતે ઠપકો આપીને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં જુદા-જુદા બે વીડિયો વાયરલ થયા હતા. તે પૈકીના એક વીડિયોમાં યુવક પાસે માફી મંગાવી તેનું નામ અને પરિચય પૂછવામાં આવતો છે. ત્યાર બાદ હવે તને મારવો છે તેમ કહીને તેને મારવામાં આવે છે. ધાનેરા તાલુકાના ગામના કેટલાંક રહીશોએ સમગ્ર ઘટના અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે નાણાંકીય લેવડ-દેવડ દરમિયાન અન્ય સમાજના રહીશ વિશે ઘસાતું બોલાતા અન્ય સમાજના યુવકો રોષે ભરાયા હતા અને યુવકને માર મારી તેની પાસે માફી મંગાવી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.