Lok Sabha Election:  ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદરમાં સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું છે.  બનાસકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 55.74 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 


બનાસકાંઠા જિલ્લાના દાંતાના ઘરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પરથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખોટો CRPF અધિકારી બની એક યુવક લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાનો આક્ષેપ છે. આ વ્યક્તિનું નામ પ્રકાશ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગેનીબેન ઠાકોરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


ખોટો CRPF અધિકારી બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.  પ્રકાશ ચૌધરી નામનો શખ્સ હોવાનું ગેનીબેન ઠાકોરનું ઉચ્ચારણ. ગેનીબેન ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડાને જાણ કરી છે. 


લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન