Dream Project of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ ગુજરાતના ગિફ્ટ સિટીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)નું નિર્માણ થઈ રહ્યું છે. આ દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સર્વિસ સેન્ટર છે. વર્ષ 2020 માં તેને ગ્લૉબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ટોચનો ક્રમ મળ્યો. જૂન 2023 સુધીમાં 23 MNC બેંકો, 35 ફિનટેક કંપનીઓ, 2 આંતરરાષ્ટ્રીય સ્ટૉક એક્સચેન્જ અને દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બૂલિયન એક્સચેન્જ પણ અહીં ખુલ્યું હતું. સમયની સાથે નવી કંપનીઓ ગિફ્ટ સિટીને પોતાનું ઘર બનાવી રહી છે.


ગિફ્ટી સિટીમાં થઇ રહ્યું છે કૉમર્શિયલ, ફાઇનાન્સિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ 
ગિફ્ટ સિટી એક SEZ છે. તે વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એ છે કે અહીંના લોકો પગપાળા પોતાના કામ સુધી પહોંચી શકે. તેને એરપોર્ટ, હાઇવે અને મેટ્રો સાથે કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. વિદેશી યૂનિવર્સિટીઓ પણ અહીં પોતાની ઓફિસ ખોલી રહી છે. તેને વૈશ્વિક ફાઇનાન્સ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ 2017માં તેનો પાયો નાખ્યો હતો.


વિદેશી કંપનીઓએ આપ્યુ આવવા માટેનું આમંત્રણ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની તૈયારી 
ગિફ્ટ સિટીના અધિકારીઓએ સિંગાપોર અને ચીનની કંપનીઓને પણ અહીં આવવા આમંત્રણ આપ્યું છે. અહીં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પણ અહીં બન્યું છે. ઘણી ટેક કંપનીઓ પણ ગિફ્ટ સિટીને પોતાનું ઘર બનાવવા માંગે છે. OPS ફંડ સેવાઓને અહીં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ઘણી કંપનીઓ અહીં હૉટલ પણ બનાવી રહી છે.


આરઇસી લિમીટેડને મળી સબ્સિડિયરી બનાવવાની એનઓસી 
તાજેતરમાં, વિદ્યુત મંત્રાલય હેઠળની REC લિમિટેડને GIFT સિટીમાં સબસિડિયરી સ્થાપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી NOC પ્રાપ્ત થયું છે. REC તેના પૉર્ટફોલિયોમાં વિવિધતા લાવી રહી છે. તે વિકાસના નવા ક્ષેત્રોની પણ શોધ કરી રહી છે. તેથી તેણે ગિફ્ટ સિટી જવાનું નક્કી કર્યું છે. આ સિવાય ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયા (FPSBI) એ પણ GIFT સિટી સાથે કરારની જાહેરાત કરી છે.