મહેસાણા: મહેસાણાના જોટાણામાં મોટી લૂંટની ઘટના બની છે. પાંચ લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. મહેસાણાના જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે લૂંટની ઘટના બની છે. ઘરમાં હાજર ત્રણ મહિલાઓને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના
મહેસાણાના જોટાણામાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. ઘરમાં મહીલાઓને લમણે બંદૂક તાકી મહિલાઓને બંધક બનાવી લાખો રુપિયાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થયા છે.મહેસાણા જિલ્લામાં લૂંટારૂએ મહેસાણા પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જોટાણા શહેરમાં રહેતા એક પરિવારના ઘરમાં પાંચ જેટલા લૂંટારો બંધુક અને ઘાતક હથિયારો સાથે પહોંચ્યા હતા.
મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો
દિવસે ઘરમાં ઘૂસી મહિલાને બંદૂક બતાવીને ઘરમાં રહેલી ત્રણેય મહિલાઓને માર મારી બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. જોટાણા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ મૃગેશભાઇ ચાવડાના ઘરે બપોરના સમયે પાંચ લૂંટારુ હાથમાં બંદૂક અને ઘાતક હથિયાર સાથે પહોંચ્યા હતા. ઘરમાં રહેલી ત્રણ મહીલા અને બે બાળકોને બંદૂક બતાવી એક રુમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ ઘરની તિજોરી કબાટ તોડી તેમાં રહેલી રકમ અને સોનાના ઘરેણાને લૂંટી ફરાર થઈ ગયાં છે. જોટાણામાં ધોળા દીવસે લૂંટની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે તપાસ શરુ કરી
પરિવારના ઘરમાં 3 મહિલાઓ અને 2 બાળકો હતા ત્યારે 5 લૂંટારાઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને તમામને બંદૂક અને છરી બતાવી બંધક બનાવ્યા હતા. પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ફિલ્મી સ્ટાઈલમાં થયેલી લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
જોટાણા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. ત્યારે અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. આ બાબતની જાણ પાડોશીઓને થતા પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.