કોરોનાની માહામારીને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતા જ્યારે ખેડૂતો પણ મુશ્કેલમાં મુકાઈ ગયા હતાં. ત્યારે સૌરાષ્ટ્રના ગઢડામાં ધિરાણ લેવા ખેડૂતોએ બેંકની બહાર લાઈનો લગાવી હતી. જેની તસવીરો સામે આવી છે.
સૌરાષ્ટ્રના ગઢડામાં એસબીઆઈ કૃષિ બેંકની બહાર ધિરાણ લેવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. જેની તસવીરો સામે આવી છે. ખેડૂતો ધિરાણ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
ખેડૂતોએ ધિરાણ લેવા બેંકની બહાર લાંબી લાઈનો લગાવી હતી જોકે બેંક તરફથી પીવાના પાણીની પણ કોઈ જ વ્યવસ્થા કરાઈ નહોતી જેના કારણે ખેડૂતો તરસ્યા રહ્યા હતાં. બેંકના અધિકારી દ્વારા આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
સૌરાષ્ટ્રના આ શહેરમાં SBI કૃષિ બેંક પર ધિરાણ લેવા ખેડૂતોએ લગાવી લાંબી લાઈનો, જુઓ આ રહી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2020 11:26 AM (IST)
લોકડાઉનના કારણે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હતા જ્યારે ખેડૂતો પણ મુશ્કેલમાં મુકાઈ ગયા હતાં. ત્યારે સૌરાષ્ટ્રના ગઢડામાં ધિરાણ લેવા ખેડૂતોએ બેંકની બહાર લાઈનો લગાવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -