Bharuch News: લાંચિયા લોકો સામે એસીબી (Anti-corruption bureau)  સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલ સમગ્ર રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અભિયાન હાથ ધર્યું છે અને લાંચીયા અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો. ભરૂચના દહેજ (Bharuch Dahej) ખાતે આવેલ સેઝ વનમાં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા.


ભરૂચમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સપાટો બોલાવતાં કસ્ટમ ઈન્સ્પેક્ટરને (Custom Inspector) ઝડપી પાડ્યો હતો. કસ્ટમ ઇન્સ્પેકટર મુકેશકુમાર સિંગને રૂ.40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સિવિલ કોન્ટ્રાકટર દહેજ સેઝ-1માં રહેલ સામાન પરત લેવા માટે લાંચ માંગી હતી. ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકુ ગોઠવી લાંચીયા અધિકારીને ઝડપી પાડ્યો હતો.


ભરૂચના દહેજ ખાતે આવેલ સેઝ વનમાં ફરિયાદી કંપનીઓમાં ગ્રીનફિલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો વેપાર કરતા હતા. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઇડીસીમાં આવેલ સેઝ વનના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઈ જવા માટે અને સામાન બહાર કાઢવા માટે  સેઝ વનના ગેટ પર ચેકિંગ કરાવી પેપર પર સહી અને સિક્કો મરાવવાનો હોય છે.આ બનાવમાં ફરિયાદીનું સેઝ વનમાં ચાલતું કામ પૂરું થઈ જતા સામાન પરત લેવા માટે જરૂરી સહી સિક્કા માટે દહેજ સેઝ વનના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામજીન સિંગે તેઓ પાસે રૂપિયા ૪૦ હજારની લાંચની માંગ કરી હતી.


આ અંગે ફરિયાદીએ ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે  દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.લાંચ રૂશ્વત વિરોધી શાખાએ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ડાયમંડ નગરી સુરતમાં પણ ગઈકાલે એસીબીએ  સપાટો બોલાવ્યો હતો. ઉધના ઝોનની અંદર એસીબીએ ટ્રેપ ગોઠવી SMC ના ક્લાસ 3 બે કર્મચારીઓ  ઝડપી પાડ્યા હતા. જીગ્નેશ પટેલ અને મેહુલ પટેલને રૂપિયા 35,000ની લાંચ લેતા ઝડપાયા હતા. આ બંનેએ મકાનના વેરા બાબતે ભલામણ કરવા બાબતે લાંચ માંગી હતી.


આ પણ વાંચોઃ


મહિલાઓના કપાળ પર ચાંદલો કઈ વાતની છે નિશાની, જાણો તેની પાછળ શું છે ધાર્મિક માન્યતા