બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાના આત્મહત્યાના પ્રયાસના કેસમાં તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, જપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહી યુવતી, તેની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવકે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરાવી ત્રણેય લોકોને અલગ રહેવા લઈ ગયો હતો.
આ મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી એઝાઝ શેખ અને સત્તાર હાજીની અટકાયત કરી હતી. જો કે હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતાની પણ હાલત ગંભીર છે. પિતાએ યુવકને તેમની પુત્રી, પત્ની અને પુત્રને પરત મોકલી દેવા કહ્યુ હતું. પરંતુ યુવકે 25 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપતા પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.
Surat: મુસ્લિમ પત્નીએ યુવકને ખવડાવ્યુ ગૌમાંસ, ફેસબુક પર સુસાઇડ નોટ પોસ્ટ કરી યુવકની આત્મહત્યા
સુરતઃ સુરતના ઉધનામાં યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં યુવક રોહિતને મુસ્લિમ પત્ની સોનમ અને તેના ભાઇ મુક્તાર અલીએ ગૌમાંસ ખવડાવી દેતાં આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. રોહિતે બે મહિના અગાઉ આપઘાત કર્યો હતો પરંતુ સુસાઇડ નોટના આધારે આ અંગેનો ખુલાસો થયો હતો.
પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રોહિતને મિલમાં સાથે કામ કરતી વખતે મુસ્લિમ યુવતી સોનમે રોહિતને ફસાવ્યો હતો. સોનમે રોહિતને પોતાના વશમાં કરીને પરિવારથી પણ અલગ કરી દીધો હતો.
યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારી પત્ની અને સાળાએ મારી નાખવાની ધમકી આપી ગાયનું માંસ ખવડાવી દીધું હતું, જેને કારણે આ પગલું ભર્યું છે. યુવકની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલી અને તેના ભાઈ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કહ્યું હતું કે સોનમ મુસ્લિમ હતી અને તેના અગાઉ લગ્ન થયા હોવાની અમે રોહિતને લગ્ન ન કરવા માટે ના પાડી હતી પરંતુ રોહિત અમારી વાત માન્યો નહોતો અને સોનમ સાથે પ્રેમ લગ્ન કરી છેલ્લા એક વર્ષથી અલગ રહેતો હતો અને તેણે અમારી સાથે કોઈ સંબંધ પણ રાખ્યો ન હતો.