ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ શનિવારે રાત્રે કરાયો હતો. તેમણે દાવો કર્યો કે.  તેના પિતા સચિન દીક્ષિત દ્વારા શિવાંશને તરછોડી દેવાયો હતો. મોડી રાત્રે પોલીસ સચિન અને આરાધના દિક્ષીતને રાજસ્થાના કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્નેને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. હજી પણ શિવાંશની અસલી માતા ક્યાં છે એ એક મોટું રહસ્ય અકબંધ છે.


સચિન દિક્ષિતની પત્ની આરાધના દીક્ષિતની સેક્ટર 26 ના ગ્રીન સિટી બંગલો ખાતે પૂછપરછ થઈ રહી છે. પત્ની બાદ પતિ સચિન દીક્ષિતની પણ એલસીબી ખાતે પૂછપરછ કરાશે. આ બળાક સચિન દિક્ષિતની પ્રેમિકાનું હોવાનું કહેવાય છે ત્યારે તરછોડાયેલા માસૂમ બાળક અને પતિના બાળકની માતાના પ્રેમસબંધ બાબતે પત્ની આરાધનાએ પોતે કશું જાણતી ન હોવાનો દાવો કર્યો છે. પત્ની આરાધનાનો દાવો છે કે,  પોતાના પરિવાર સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો અને પછી પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.


ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો યુવક ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.


ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. સચિન દીક્ષિત, પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી. 


India Corona Cases: દેશમાં 24 કલાકમાં 19 હજારથી ઓછા નોંધાયા કેસ, 214 સંક્રમિતોના મોત


Ashish Mishra Arrested: લખીમપુરખીરી કેસમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ ધરપકડ, જાણો પોલીસે શું કહ્યું ?


T-20 World Cup: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, ધોની, કોહલી, શાસ્ત્રીની મળશે બેઠક