અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે.
દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ પડ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો.
રાજ્યના કચ્છમાં પણ વાતાવણરમાં પલટા સાથે નખત્રાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં પણ મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.