હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.
સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ 26થી 28 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે. 26 જૂનથી અમદાવાદમાં પવનની ગતિ વધશે, જેથી વાતાવરણમાં ઠંડક વધતાં ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડશે.
હાલમાં રાજ્યનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ગરમી પણ યથાવત્ છે. જેને કારણે સોમવારથી રાજ્યનાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્રનાં લઇને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં ભાગમાં સોમવારથી ચોમાસુ બેસી જવાની પ્રબળ શક્યતા છે. તેમજ વાતાવરણમાં આવેલી અસ્થિરતાથી પવનની ગતિ 26 જૂન બાદ વધશે, તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રી ઘટાડો થશે.