દિવાળી તેમજ અન્ય તહેવારમાં રાત્રે 8થી 10 તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ગૃહ વિભાગે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ તેમજ ગ્રીન ફટાકડા સિવાય અન્ય પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.
એટલું જ નહીં વધુ ઘોંઘાટ કરનાર અને પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્રને માત્ર લાયસન્સ ધારક સ્ટોર ધારક જ કરી શકશે. કાયમી કે હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ ન મેળવનાર વેંડર, લારી ગલ્લા કે હંગામી ધોરણે શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. સાથે જ ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.
Diwali 2021: દિવાળી પર ચમકશે આ ચાર રાશિની વ્યક્તિની કિસ્મત, બની રહ્યો છે ગ્રહોનો અનોખો સંયોગ, જાણો કઇ રાશિ માટે રહેશે શુભ
નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ પર્વની શરૂઆત પણ થઇ જશે. 2 નવેમ્બરે ધનતેરસ, 3 નવેમ્બરે કાળી ચૌદસ અને 4 નવેમ્બરે દિવાળી છે. જો કે આ વર્ષે દિવાળી ખાસ અને શુભ થનાર છે. આ દિવસે મંગળ, સૂર્ય, બુધ અને ચંદ્રમાની યુતિ બની રહી છે. ગ્રહોનો સંયોગ ખૂબ જ શુભ મનાય છે, ગ્રહો એક સાથે આવવાથી કેટલીક રાશિઓને બેહદ શુભ ફળ મળશે. આ પાંચ રાશિના જાતક પર લક્ષ્મીની રહેશે વિશેષ કૃપા, જાણીએ આ 5 રાશિ કઇ છે.
મિથુન રાશિના જાતકોને દિવાળીના અવસરે મળશે શુભ સમાચાર, પંચમ ભાવમં ગ્રહોની આ યુતિના કારણે આપનો બૌદ્ધિક વિકાસ થશે. આ સમય મિથુન રાશિના જાતક માટે શુભ મનાય રહ્યો છે, ખાસ કરીને કરિયર માટે પણ આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. આવનાર સમયમાં એક કરિયરમાં નવી ઉંચાઇ પ્રાપ્ત કરશો. મિથુન રાશિના વિદ્યાર્થી માટે પણ આ સમય શુભ છે.
કર્ક રાશિ માટે ચતુર્થ ભાવમાં ચતુર્ગ્હી યોગ બની રહ્યો છે. આ સમય દરમિયાન પારિવારિક જીવનમાં ખુશી આવશે. ઘરની આર્થિક સ્થિતિ સુધરશે અને આર્થિક લાભ થશે.આપ કોઇ વાહન પણ ખરીદી શખો છો. આ સમયમાં આપને પ્રોપર્ટી વેચવાથી પણ સારો લાભ મળશે.
કન્યા રાશિ માટે આ દિવાળીનો સમય શુભ માનવામાં આવી રહ્યો છે. આ રાશિના જાતકને સમાજમાં માન સન્માન મળશે. આ દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ થશે. કરિયર સંબંધિત મહત્વનો નિર્ણય લઇ શકો છો. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકે વાણી પર સંયમ રાખવો વધુ હિતાવહ રહશે.
સૂર્ય, મંગળ, બુધ અને ચંદ્રનો સંયોગ ધનુ રાશિના લોકો માટે વિશેષ અપાવશે. આ દરમિયાન આ ચાર ગ્રહ અગિયારમા ભાવમાં રહેશે. આ રાશિના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે. દિવાળીના અવસર પર તમને કિંમતી ભેટ મળી શકે છે.
મકર રાશિના લોકોને દિવાળીના અવસર પર પિતા તરફથી લાભ મળશે. કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થશે. આ રાશિના લોકો દિવાળીના અવસર પર પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો છે.