કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ વિસ્તારોની ખાનગી ઑફિસોમાં પણ એક સમયે ૫૦ ટકાથી વધુ કર્મચારીઓ હાજર રહી શકશે નહિ. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઑફિસોએ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે.


તો એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને અનુરોધ કર્યો. આ સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે તેમ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.


તો લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈપણ કારણોસર ૫૦થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ.આ નિયમ ૧૪મી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિને એકત્રિત કરી શકાશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા.