ગાંધીનગરઃ ગુજરાત સરકારના કૃષિ વિભાગે ખેડૂતોના હિતમાં કર્યા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો કે ટ્રેક્ટરની સબસિડીમાં વધારો કરાશે. સૌરાષ્ટ્રના સનેડો મિની ટ્રેક્ટરને સબસિડી મળે તે માટે આગામી બજેટમાં દરખાસ્ત રજૂ કરાશે. અત્યાર સુધી સનેડા તરીકે ઓળખાતા મીની ટ્રેકટર પર સબસીડી મળતી નહોતી. તે સિવાય સામાન્ય ટ્રેક્ટરમાં પણ સબસીડી વધારવામાં આવશે. 40 હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં 40 હજાર સહાય મળતી હતી જે વધારીને 60 હજારની સબસિડી અપાશે. 40થી વધુ હોર્સ પાવર ધરાવતાં ટ્રેક્ટર પર 75 હજારની સબસિડી આપવામા આવશે.
ઉપરાંત ખેડૂતોના લાભ માટે ઝટકા મશીનોને સબસીડી મળે તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સરકારની યોજના અંગે જણાવ્યું કે ઝટકા મશીનો માટે ખેતીવાડીની તારની વાડ આગામી બજેટ યોજનામાં સમાવવામાં માટે દરખાસ્ત કરાશે. જેટકો નામનું એક એવું સાધન છે કે જેને સ્પર્શવાથી શોર્ટ લાગે છે. ઝટકાને કૃષિ વિભાગની બાબત સાથે જોડવામાં આવશે.
તે સિવાય કૃષિમંત્રીએ દાવો કર્યો હતો કે સરકાર રખડતા ઢોરના ત્રાસથી નાબુદી માટે સરકાર ગંભીર છે. રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર આ સમસ્યા અંગે ગંભીરતાપુર્વરક વિચારણા કરી રહી છે અને વહેલી તકે આ રખડતા ઢોરોનો ત્રાસ નાબુદ થાય એવી કોઈ યોજના અમલમાં મુકાશે અને ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર તેની જાહેરાત પણ કરશે. રખડતા ઢોરથી ગામડાઓમાં ભેલાણની ફરિયાદ તો શહેરમાં ટ્રાફિક અને ઢોરના હુમલાઓની ફરિયાદો આવતી રહે છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો. રાઘવજીએ યુરિયા ખાતરની તંગીની વાત પાયા વિહોણી ગણાવી હતી. તેમણે ખાતરની ઉપલબ્ધતા અંગે કહ્યું કે રવિ પાક માટે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 2 લાખ 75 હજાર મેટ્રિક ટન ખાતરની માંગણી કરી હતી. હવે કેન્દ્ર સરકારે ગુજરાતને 3 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતર જથ્થો પૂરો પાડ્યો છે. રાજ્યમાં હાલ 39478 મેટ્રિક ટન યુરિયા ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવીયા ખાતર બાબતે નજર રાખી રહ્યા છે..
Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત
PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી
Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત