હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદના ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૦.૬ ડિગ્રીનો વધારો જ્યારે ૨૮.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય.કરતાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૪ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે ૧૩ ફેબુ્રઆરી સુધીમાં લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રીએ જઇ શકે છે.