બનાસકાંઠાઃ અમીરગાઢના અકબાલગઢમા ફટાકડાની દૂકાનમાં આગ લાગી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. આ ફટાકડાની દુકાનમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું પણ સામે આવ્યું હતું. જિલ્લામાં બીજી જગ્યઓ જેવી કે, પાલનપુર, ડીસા, સહિતના તાલુકામાં લાયસંસ વગરના ફટાકડા વેચાણ થઇ રહ્યુ છે. ત્યારે આવી દુર્ઘટનામાં લોકોને જાનમાલને નુ્ક્સાન થતું હોય છે.

વડોદરા જિલ્લામાં પણ બે દિવસ પહેલા લાયસંસ વગરની દુકાનમાં ભીષણ આગ લાગતા 8 લોકના મોત થયા હતા. અમીરગઢમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.