ભરૂચ : ભરબપોરે ભરૂચમાં જેહરમાં જ્વેલરી શોપની દુકાનમાં લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ધોળાદિવસે અલગ-અલગ વાહનો પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવમાં કેદ થયા હતાં.
પોલીસના જણાવ્યા પ્રમાણે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અંબિકા જ્વેલર્સમાં હિંદી જેવી ભાષામાં વાત કરતા ચાર ઈસમો જુદા જુદા વાહનો પર આવેલા ત્યારબાદ પ્રથમ વ્યક્તિએ સોનાની ચેન માગી હતી ત્યાર બાદ તેમણે તેમની પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ કર્યુ હતું. જ્યારે માલિક અને તેમના નોકરે પીછો કરતા એક વ્યક્તિ ભાગી શક્યો નહોતો. બનાવમાં દુકાનના માલિકના પિતરાઈ ભાઈને પેટના ભાગે ગોળી લાગી હતી. જેમને સારવાર અર્થે તાત્કાલિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
ઇજાગ્રસ્ત દુકાન માલિક અને તેના પિતરાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટના સ્થળેથી બૂલેટ અને અને એક ગન મળી આવી છે. પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડાએ પણ ઘટના બાદ અંબિકા જ્વેલર્સની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સીસીટીવી કેમેરા અને નજરે જોનારા લોકોની જુબાની તેમજ પીડિતોની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.
ભરૂચ: જાહેરમાં ચાર શખ્સોએ જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટનો કર્યો પ્રયાસ, લાઈવ દ્રશ્યો જોઈ હચમચી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2020 10:33 AM (IST)
ભરબપોરે ભરૂચમાં જેહરમાં જ્વેલરી શોપની દુકાનમાં લૂંટની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ધોળાદિવસે અલગ-અલગ વાહનો પર આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ
- - - - - - - - - Advertisement - - - - - - - - -