કચ્છઃ માનકુવાના ખત્રી તળાવ ભૂજની એક્રોડ હૉસ્પિટલ પાસે બે ભાઇઓ પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ પૈસાની લેતી દેતી બાબતે જૂની અદાવતમાં થયું હોવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યુ છે. ફાયરિંગમાં બે ભાઇઓને ગોળી વાગતા એક ભાઇને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલાને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.