સુરત શહેરમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામીણ મળી કુલ 16 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે.
કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમા 70 વર્ષના પુરુષને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 26 માર્ચના રોજ દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. 11 દિવસ સુધી મેડિકલ તપાસનો તબક્કો પૂર્ણ કર્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો રવિવાર 5 વાગ્યા સુધીમાં કેસ આ પ્રમાણે છે.
●અમદાવાદ:53
●સુરત:16
●રાજકોટ: 10
●વડોદરા:10
●ગાંધીનગર:13
●ભાવનગર :11
●કચ્છ:1
●મહેસાણા -1
●ગીરસોમનાથ -2
●પોરબંદર 3
●પંચમહાલ 1
●પાટણ 1
●છોટાઉદેપુર 1
●જામનગર 1