અમદાવાદ: વિશ્વભરમાં કાળો કહેર વર્તાવનાર કોરોના વાયરસ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કોરોના મહામારી સામે લડવા સરકાર અનેક પગલા લઈ રહી છે. તેની વચ્ચે અનેક સંસ્થાઓ પણ કોરોના સામેની જંગમાં આર્થિક મદદ માટે આગળ આવી છે. આ લડતમાં અગ્રણ્ય ઔદ્યોગિક જૂથ ‘ચિરીપાલ ગ્રુપ’ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપવામાં આવ્યું હતું.

આ અંગે ચિરીપાલ ગ્રુપના ડિરેક્ટર્સ જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે "સમાજના ભાગરૂપે કોવિડ-19 રોગચાળા સામેની લડાઇમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કપરા કાર્યમાં મદદ કરવી અમારી નૈતિક જવાબદારી છે. કોરોના સામેની આ લડાઈમાં અમે સરકાર અને સમાજને સહકાર અને યોગદાન આપીશું.

આ સાથે જયપ્રકાશ ચિરીપાલે કહ્યું કે, ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ અને અનાજનું પણ વિતરણ કરવામાં આવશે. સાથે માસ્ક, સેનિટાઇઝર, ટોવેલ્સ વગેરેનું વિતરણ કરવામાં આવશે.