ગુજરાતમાં કોરોના વાયરસ કહેર બન્યો છે. કોરોના વાયરસથી ગુજરાતમાં મોતનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ 4 દિવસમાં 18 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા-3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. આ 18 પોઝિટિવ કેસના નામ જાહેર કરવામાં આવશે.