અમદાવાદઃ મોદી સરકારે કેબિનેટ વિસ્તરણ પહેલા જ મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકરે આજે અનેક રાજ્યોમાં નવા રાજ્યપાલના નામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્વારા આજે આ નવા રાજ્યપાલના નામની જાહેરાત કરવામાં આવી છે.


કોને ક્યા રાજ્યના રાજ્યપાલ બનાવાયા



  • થાવરચંદ ગેહલોત – કર્ણાટકના રાજ્યપાલ

  • હરી બાબુ કમ્ભામ્પતી – મિઝોરમના રાજ્યપાલ

  • મંગુભાઈ છગનભાઈ પટેલ – મધ્ય પ્રદેશના રાજ્યપાલ

  • રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર – હિમાચલ પ્રદેશા રાજ્યપાલ


તો બીજી બાજુ હાલમાં મિઝોરના રાજ્યપાલ પીએસ શ્રીધરનન પિલ્લાઈને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયમ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બાઈસને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને હિમાચલના પ્રદેશા રાજ્યપાલ બંદારુ દત્તાત્રેયને હરિયાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.


રાજ્યપાલ તરીકે નામની જાહેરાત થયા બાદ મંગુભાઈ પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, મને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા બદલ રાષ્ટ્રપતિનો આભાર માનું છું. આ ઉપરાંત હું પ્રધાનમંત્રી, અમિત શાહ અન જેપી નડ્ડાનો પણ આભાર માનું છું.






 


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.