Vande Bharat Metro: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે. આ સાથે ગાંધીનગરમાં મેટ્રો રેલ સેવાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.






વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોમાં ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સ્પો 2024નું ઉદ્ઘાટન અને અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો સમાવેશ થાય છે. વંદે ભારત ટ્રેનો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના વિવિધ રૂટ પર ચલાવવામાં આવશે.


મેટ્રો રેલ સેવાના બીજા તબક્કામાં ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે.


ભારતની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે. પીએમ મોદી ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને બીજા તબક્કામાં મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, 35 મેગાવોટ બેસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં પાવર સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.


રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું હતું કે "ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો. હું 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.


પીએમ મોદી ગાંધીનગરને મેટ્રો ભેટ આપશે


પ્રથમ તબક્કામાં ગાંધીનગરના આઠ સ્ટેશનોને મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. તેમાં મેટ્રો ટ્રેન સચિવાલય, અક્ષરધામ, જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય), સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થશે.


ગાંધીનગરમાં મેટ્રો રેલના બીજા તબક્કામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ઇન્ફો ટેક સિટી, રાયસણ ગામ, ઇન્ફોસિટી અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત સેક્ટર 1ને જોડવામાં આવશે. અમદાવાદના મોટેરાથી મેટ્રો ટ્રેન સીધી ગાંધીનગરના આઠ સ્ટેશનો પરથી દોડશે.    


ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ