ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે 199 ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં 185 ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.


મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો


કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે.


22 માછીમારો જેલની અંદર બીમાર


કોટડા ગામના જ અન્ય એક માછીમાર જે પાકથી મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા તે સાગર નામના માછીમારે બીજો મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે 22 માછીમારો જેલની અંદર બીમાર છે જેમાં પેરાલિસિસ અને હૃદય રોગના હુમલા પણ અમુક માછીમારોને આવ્યા છે. આવા બીમાર માછીમારોને ત્યાંની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેની સાર સંભાળ જેલની અંદરના સાથી માછીમારો  રાખી રહયા છે. પાકિસ્તાનમાં ટોટલ બે ડેડ બોડી છે એક જુલ્ફીકાર કરી ને છે જે ગુજરાત બહારનો વ્યક્તિ છે અને બોર્ડર ક્રોસના ગુનામાં જેલમાં હતો જેનું મોત થયુ અને બીજો અમારા ગામનો સાથી માછીમારનો મૃતદેહ છે.


આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે


કોડીનારના કોટડા ગામના 18 માછીમારો મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા છે હજુ આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે. આ ગામના માછીમાર નેતા બાબુભાઇએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તેમના ગામનો માછીમાર પાકિસ્તાનમાં મોતને ભેટ્યો છે એવું જાણવા મળ્યું છે. જેની ડેડ બોડી તત્કાલ ભારત લાવવામાં આવે.