ગાંધીનગરઃ હેડ કલાર્ક પેપરલીક કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના ભાઈ સંજય પટેલની ધરપકડ કરાઈ છે. સંજય પટેલની સાથે અક્ષય પટેલ,વિપુલ પટેલ,પ્રકાશભાઈ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરાઈ છે. તો આ આજે એક સાથે 12 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. 12 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજુ કરાશે. જ્યાં પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરશે. બે દિવસ પહેલા પણ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. રવિ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરી હતી. પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી 28 આરોપીઓની ધરપકડ કરી છે. આજે ધરપકડ કરાયેલ આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરાશે અને રિમાંડની માંગણી કરાશે.
સૌરાષ્ટ્ર પેપર લીક કાંડમાં પણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીક કાંડમાં બાબરાની કોલેજના આચાર્ય સહિત કુલ 6 આરોપી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડ મેળવામાં આવ્યા છે. સાથે જ પોલીસે યુનિવર્સિટીના કુલપતી અને પરીક્ષા નિયામકની પણ પૂછપરછ કરી છે. પેપરલીક કાંડમાં રાજકોટ પોલીસના અનુસાર સવારે 10 વાગ્યે અર્થશાસ્ત્રનું પેપર આવ્યુ હતું. જો કે, એક વ્હોટ્સએપ ગ્રુપમાં સવારે 9 વાગીને 11 મિનિટે પેપર વાયરલ કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ રાજકોટ પોલીસે પહેલાં તો પેપરના પ્રિન્ટિંગથી લઈ પરીક્ષામાં વિદ્યાર્થી સુધી કઈ રીતે પહોંચે છે. સાથે જ 6 ટીમ બનાવી તપાસ શરૂ કરી અને રાતના ચારથી પાંચ કલાકમાં જ 6 આરોપીને દબોચી લીધા હતા.ત્યારે આ તમામ આરોપીઓના રિમાંડ મંજૂર કરાયા છે.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
India Corona Cases: ઓમિક્રોનના કહેર વચ્ચે દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે