Weather Update:નેપાળમાંથી ભારે વરસાદ (rain)  અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં છે. લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના 222 ગામોની મોટી વસ્તી પૂરના પાણીથી ઘેરાયેલી છે. પૂર્વાંચલના બલિયામાં પૂરની સ્થિતિને કારણે કેટલાક ઘરો ધોવાઈ જવાના સમાચાર છે. યુપીના 800થી વધુ ગામો પૂરની (flood) ઝપેટમાં છે.


ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યત


ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કમર સુધીના પાણીમાં લોકો રસ્તો પસાર કરતા જોવા મળ્યાં. અહીં   પૂરના પાણીમાં ગરકાવ કારને જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી.  ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ભારે વરસાદથી ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા હતા.  ડેમ અને બેરેજમાંથી પાણી છોડાતા સ્થાનિક નદીઓ ખતરાના નિશાન પરથી  વહી રહી છે.  ગર્રા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર પ્રદેશનું ગોરખપુર પૂરના પ્રકોપની ચપેટમાં આવ્યું હતું.  ભારે વરસાદ બાદ આવેલા પૂરથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  રાપ્તી નદીનું જળસ્તર વધતા કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.


બિહારમાં પુરના (flood) પાણીમાં બોટ ફસાઇ


બિહારના સહરસામાં કોસી નદીમાં બોટ ફસાઈ હતી  લગભગ બે કલાક સુધી બોટ ફસાઇ રહી અને બોટમાં સવાર  20થી વધુ શિક્ષકોના જીવ તાળવે ચોટ્યા હતા જો કે  નાવિકની સુઝબુઝથી તમામનો જીવ  બચી ગયો.


નેપાળથી પાણી છોડાતા બિહારની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ.. મુઝફ્ફરપુરમાં બુઢી ગંડક નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે ઉત્તરકાશીમાં માલ રોડ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે.  રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર ઘુંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબુર થયા છે.  


ભારે વરસાદની પરિણામે ચાર દિવસ બાદ  બદ્રીનાથ હાઈવે માર્ગ ખુલ્યો હતો.  જોશીમઠમાં બીઆરઓએ કરેલી કામગીરીથી હાઈવે ખુલ્યો હતો.હાઈવે બંધ રહેતા હજારો મુસાફરો ફસાયા હતા.નેપાળમાં ભુસ્ખલનથી મોટી દુર્ઘટના.. ત્રિશુલી નદીમાં બે બસ ખાબકતા ભારતીયો સહિત 65 મુસાફરો લાપતા થયા છે. બચાવદળે શોધખોળની કામગીરી શરૂ કરી છે.  


 રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી


ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક સારા વરસાદની (rain)  લઇને હજું રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગે (Meteorological Department) 16 જુલાઇ બાદ સારા સાર્વત્રિક વરસાદનું , (rain forecast )અનુમાન વ્યક્ત કર્યું છે.હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદનું (rain)  અનુમાન છે, ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.


દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ.. વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow aler) . તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી (forecast) વ્યક્ત કરી છે.