Bhavanagar News: ભાવનગરની મેડિકલ યુનિવર્સિટી દ્રારા અનિયમિતા સહિત કેટલાક કારણોસર 93 વિદ્યાર્થીઓ સામે આકરા પગલા લેતા તેમને પરીક્ષાથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર આંકરા પગલાં ભરવામાં આવ્યા છે.રાજ્યમાં પ્રથમ વખત એક સાથે એમબીબીએસના 93 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ડીટેન કર્યા છે.
યુનિવર્સિટીના ડીને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ જમા નહીં કરવાના કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવા હુકમ કર્યો છે. સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પૈકી 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. જેના કારણે 93 જેટલા વિદ્યાર્થીઓના એમબીબીએસની કારકિર્દીના છ મહિના વેડફાઈ જશે.મેડિકલ કોલેજના ડીન દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓના કારકિર્દી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ નીચે આવતી 57 શાળાઓના 22000 બાળકોને પીરસાતું ભોજનમાં વપરાતું પામોલીન તેલનો નમૂનો ફેલ થયો છે. નોંધનિય છે કે,અક્ષયપાત્ર નામની સંસ્થા રોજે 22 હાજર બાળકો માટે ભોજન બનાવે છે.
અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે. આ તેલના નમૂનાની લેબમાં ચકાસણી કરવામાં આવી હતી.
પામોલીન તેલનો નમૂનો સીલ બંધ તેલના ડબામાંથી લેવામાં આવ્યો હતો. અગાઉ નમૂનો લેવાયો હતો ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે એડ્જ્યુડીકેટીંગ ઓફીસર દ્વારા 1.10 એક લાખ દસ હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાય કરનાર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ફટકારાયો હતો.
આ પણ વાંચો
2000 Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી
Dahod: પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી