અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે. આગામી બે દિવસ પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. આ પહેલાં પણ રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી.



અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. મહાનગરપાલિકાએ બપોરે કામ સીવાય ઘરની બહાર ન નિકળવા લોકોને અપીલ કરી છે.



રાજ્યમાં અસહ્ય ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ તાપમાનનો પારો ઉચકાયો છે હાલ અમરેલીમાં 43 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંઘાયું હતું. ગઈકાલે તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગરમીના કારણે શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસામ બની જાય છે. ગરમીથી બચવા લોકો ટોપી, રૂમાલ પહેરી ગરમીથી બચવાનો પ્રયાસ કરે છે.