જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયાર શરૂ કરી લીધી છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતની આઠ બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
કોરોનાને લીધે આ પેટાચૂંટણીમાં 565 જેટલા વધુ બુથ રાખવામાં આવશે. આઠ બેઠકો માટે કુલ 3024 બુથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કવોર્ડ આઠ બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે.