ગાંધીનગરઃ ગઈ કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વિજય રૂપાણી પર જમીન કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આજે રૂપાણીએ પત્રકાર પરીષદ ગણાવીને મોઢવાડિયાના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, ગઈ કાલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ અંગે મારા પર આક્ષેપો કરેલ. એમની વાતને કોઈ મીડિયાએ હાઈક આપી નહિ. કારણ કે એ વાત સત્ય થી વેગળી હતી. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. એટલા માટે જ કોંગ્રેસ ધડ માથા વગર આક્ષેપ બાજી કરે છે.


અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા છે છતાંય અર્જુનભાઈને સરકારની કામ કરવાની પદ્ધતી ખબર નહિ હોય. અમે સુડા ની કિંમતી જમીન બચાવી છે. એટલે મહેરબાજી કરી ને કોમ્ગ્રેસ ના નેતાઓ અભ્યાસ વગર વાત ન કરે. મારી લોક પ્રિયતા અને પ્રતિષ્ઠાને હાનિ કરવાનું આ કામ કરે છે. હું પુરાવાઓના આધારે વાત કરું છું. 27 હજાર કરોડની જમીમ મૂળ જમીનદારોને આપવાનો આક્ષેપ છે. સુડા 1978મા થઈ. .સૂડાએ પહેલો ડીપી પ્લાનમાં 182 રિસર્વેશન સૂચવ્યા હતા. પહેલી વખત બિકાસ સ્કીમ 2004 મા રિવાઇઝ થઈ. ત્યારે 285 રિસર્વ પ્લોટ બન્યા. 8.10.2020 મા ટીપી ને રિવાઇઝ કરી ને મોકલી. સુડા દ્વારા 1661 જમીન ના 201 પ્લોટ રિવાઇઝ કરવામાં આવ્યા હતા. રિઝર્વેશન દૂર કરવા માટે 669 રજુઆતો મળી...


કન્સલ્ટટિવ કમિટી પણ આમાં બનાવવામાં આવી હતી. પહેલી વખત ડીપી મા જે રિસર્વેશન મા મુકાયા હતા તેને આપડે કોઈ અડયા નથી. 16 વર્ષ થી જે જે જમીનો માટે કોઈ કાર્યવાહી નહોતી થઈ તેવી જમીનો ને જ આપડે  રિસર્વેશન માંથી હટાવ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ નામદાર કોર્ટ દ્વારા 10 વર્ષ થયેલ હોય તેવા તમામ રિઝર્વેશન રદ કરવા આદેશ આપેલ. અમે 50 ટકા જમીન સુડા ની બચાવી છે. સુરતમાં મારી કે મારા ભાગીદારોની એક ઇંચ પણ જમીન નથી. આ નિર્ણય કરવામાં મારુ અંગત હિત કોઈ જગ્યાએ જોડાયેલ નહોતું. મારા રાજીનામા બાદ પણ મારી લોક પ્રિયતમા વધારો થયો છે ઘટાડો નહિ થયો.


આ પૂર્વ નિયોજિત અને ફ્રેમ વર્ક પ્રમાણેનું કાવતરું છે. નેતૃત્વ બદલવું એ કેન્દ્રીય નેતાઓનો નિર્ણય છે. ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે. કોંગ્રેસ સિવાય ભાજપના કોઈ લોકો બદનામ કરવા માંગતા હોય તેવા મુદા ને લઈને પૂર્વ સીએમએ કહ્યું ભાજપમાંથી આવું પાપ કોઈ ન કરે.



કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગંભીર આક્ષેલ લગાવ્યા છે.  શહેરી સુવિધાઓમાં 112 રિઝર્વેશન હટાવી બિલ્ડરોને 30 હજાર કરોડનો લાભ કરાવ્યો હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ લગાવ્યો છે. રિઝર્વેશન હટાવી કરાયેલા ભ્રષ્ટાચારથી ધારાસભ્ય ખરીદ્યાનો આક્ષેપ લગાવ્યો છે. મોઢવાડિયાએ આક્ષેલ લગાવ્યો છે કે, સુરતની  SVNITને બદલે એક પ્રોફેસરની સલાહ મેળવી સુવિધા માટે જમીન રિઝર્વ કરાઇ. 


મોઢવાડિયાએ આક્ષેપો લગાવ્યો છે કે, ભાજપની સરકારની ભ્રષ્ટ્રાચાર કરવાની USP જમીન છે. ભાજપના મુખ્યમંત્રીઓ હવે જમીનનો વિભાગ પોતાની પાસે રાખતા થયા છે. હાલના મુખ્યમંત્રીએ પણ જમીન વિભાગ પોતાની પાસે રાખ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ લડી ઝઘડીને જમીન વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. ભાજપ મારી આ પ્રેસનો જવાબ આપે અને વિજયભાઇ મને નોટિસ આપે તો હું ખુશ થઈશ. ટીપી મૂકવાના, ખોલવાના ભાર્સ્ત્રચર થાય છે.


સુરત શહેરની પુનરાવર્તિત યોજના 2035ની યોજના તૈયાર કરાઈ હતી. 2015માં સુડાએ 115 ગામનો નકશો તૈયાર કર્યો. 985 કિલોમીટરનો નકશો તૈયાર કરી સુડા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્યસરકારને મોકલ્યો હતો. સરકાર પાસે તેમાં ફેરફાર કરવાના અધિકાર હોતા નથી. આ DP અરજી મંજૂર થઈ અને તેમાં 400 જેટલી વાંધા અરજી આવી હતી. સરકારના સૂચનો સુડામાં અથવા SMCમા જવા જોઈએ. CMએ એવી નોંધ મૂકી કે લોકપ્રતિનિધિના સૂચનો મને મોકલો. સુડા હોવા છતાં અન્ય એક સલાહકાર સમિતિ બનાવવામાં આવી.