અમદાવાદઃ  GPSC ના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે. દિનેશ દાસાએ યૂપીએસસીના સભ્ય તરીકે ચાર્જ સંભાળ્યો છે.   


 






દિનેશ દાસાએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપતિએ મારી યુપીએસસીના સભ્ય તરીકે નિમણૂક કરી છે  તે જણાવતાં હું ગર્વ અનુભવું છું. આ તક એ કામનું વિસ્તરણ છે જે મેં GPSCનું નેતૃત્વ કર્યું ત્યારે કર્યું હતું. મારા જીવનની આ મહત્વની ક્ષણે હું વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરૂ છું. તેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે અને તેમના આશિર્વાદ માટે આભાર માનું છું. હું અતૂટ સમર્પણ અને ઈમાનદારી સાથે આપણા દેશની પ્રગતિમાં દીલથી યોગદાન આપવા માટે ઉત્સાહી છું. ઉલ્લેખનીય છે કે દિનેશ દાસા GPSCના ચેરમેન તરીકે 2022ના જાન્યુઆરીમાં નિવૃત્ત થયા હતાં.   


 


3 હજારથી વધારે વેકેંસી માટે ખુલી એપ્લિકેશન લિંક, 10મું પાસ 26 ઓક્ટોબર પહેલા કરો અરજી


ભારતીય રેલવેમાં નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અહીં 10 પાસ ઉમેદવારો માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતી એપ્રેન્ટિસ ટ્રેઈનીની જગ્યા માટે છે, જેના માટે એપ્લિકેશન લિંક ખોલવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ફક્ત ઓનલાઈન અરજી કરી શકાય છે જેના માટે તમારે આ વેબસાઈટ – rrcer.jsp પર જવું પડશે.


અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


RRC ઈસ્ટર્ન રેલ્વેના એપ્રેન્ટીસ ટ્રેઈનીની પોસ્ટ માટેની અરજી લિંક આજથી એટલે કે 27મી સપ્ટેમ્બરથી ખોલવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.


કેટલી જગ્યાઓ ભરવામાં આવશે


આ ભરતી અભિયાન દ્વારા કુલ 3115 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સ હાવડા, સિયાલદા, માલદા, જમાલપુર વર્કશોપ, લીલુઆહ વર્કશોપ, કંચરપારા વર્કશોપ અને આસનસોલ વિભાગ માટે છે. વિગતો જાણવા માટે, નીચે આપેલ સૂચનાની લિંક પર ક્લિક કરો.


કોણ અરજી કરી શકે છે


અરજી કરવા માટે, ઉમેદવારે 10 + 2 પેટર્નમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે. આ સાથે, ઉમેદવાર પાસે NCVT/SCVT દ્વારા જારી કરાયેલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. તેમના માટે વય મર્યાદા 15 થી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 26 ઓક્ટોબર 2023 થી કરવામાં આવશે.