બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે. 2017ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાની ટીકીટ કાપી અને જીગ્નેશ મેવાણીને સ્થાન અપાયું હતું. જેના લીધે મણીલાલ વાઘેલા કોંગ્રેસથી નારાજ હતા.  નારાજગી બતાવી તેઓએ રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.


કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. આજે વડગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપેલી છે. તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા.



2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા  બેઠક પર જીત મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.


નવા વેરિઅન્ટ સામે લડવા રાજ્ય સરકાર સજ્જ હોવાનો આરોગ્યમંત્રીનો દાવો, જાણો શું કહ્યું ?


સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટનો સામનો કરવા ગુજરાત સરકાર સજ્જ છે. આ દાવો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યો છે. તેમણે કહ્યું કે જે દેશોમાં નવા વેરિઅન્ટના કેસો વધ્યા છે એવા દેશોમાંથી આવતા યાત્રીઓનું એયરપોર્ટ પર સ્ક્રીનિંગ, ચેકીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી, ચોથી કે પાંચમી લહેર આવે કોઈએ ડરવાની જરૂર ન હોવાનો દાવો ઋષિકેશ પટેલે કર્યો છે. 



કોરોનાના નવા સ્ટ્રેન બાદ દુનિયાભરમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કોવિડ-19 અને રસીકરણ પર અંદાજે 2 કલાક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીને દક્ષિણ આફ્રિકાના નવા વેરિએંટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો વિશે જાણકારી અપાઈ. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓ સાથે કોવિડને કારણે લાગૂ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજનાની સમીક્ષા કરવાનું કહ્યું છે. 



પીએમ મોદીએ આતંરરાષ્ટ્રીય યાત્રીઓના આવવા પર તેમનું મોનિટરિંગ અને ગાઈડલાઈનના હિસાબે ટેસ્ટિંગનો ઉલ્લેખ કરીને ખાસકરીને એવા જોખમવાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું કે, જ્યાંથી આ નવા કેસ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટથી દુનિયાભરમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. આ નવા વેરિયન્ટના ખતરાને જોતા અનેક દેશનોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા, યૂરોપ, હોંગકોંગથી ફ્લાઈટ સતત ભારત આવી રહી છે.