કચ્છઃ ગુજરાતના જાણીતા તબલા વાદકનું નિધન થયું છે. કચ્છના મોટા રતડીયાના હસિયા ઉસ્તાદનું અવસાન થયું છે. પોતાના નિવાસસ્થાને હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. ઉસ્તાદનું ભજન-સંતવાણીમાં મોટું નામ હતું. નાની ઉંમરે અણધારી વિદાયથી સંતવાણી જગતમાં શોકની લાગણી ફરી વળી છે. 


તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં માયાભાઈએ જણાવ્યું હતું કે, હસિયા ઉસ્તાદ પોતાની આગવી શૈલીથી પોતા નો અલગ જ કેડો પાડનાર હસિયા ઉસ્તાદ ની ખોટ હમેશા ગુજરાતી કલા જગતને રહેશે.



દેશ-વિદેશમાં સંતવાણીના કાર્યક્રમમાં ઉસ્તાદે પોતાની કલા રજૂ કરી હતી. મોહમ્મદ હુસૈન ફકીરમાદ ઉર્ફે હસીયા ઉસ્તાદ માંડવી તાલુકાના મોતા રાતડીયા ગામનો રહેવાસી હતા. તેમને પિતા પાસેથી વારસામાં તબલા વગાડવાની કળા મળી હતી. છેલ્લા 12 વર્ષથી સંતવાણી દેશ-વિદેશમાં કાર્યક્રમો આપતા હતા. 


કીર્તિદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, મોટા રતડીયા ગામના ગૌરવવંતા અને દેશ-વિદેશમાં જેમણે પોતાની તબલા ની આગવી કલાથી ભજન ની દુનિયા માં નાની ઉમર માં ખુબજ મોટી નામના મેળવી હતી એવા લોક લાડીલા હસિયા ઉસતાદ ની અણધારી વિદાય કાળજું કંપાવી ને ગઇ છે. ઓમ શાંતિ 🙏


છેલ્લે ગુરુવારે નાના રાતડીયા સ્થિત યક્ષદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સવારે 9.30 કલાકે કાર્યક્રમ પૂરો થયા બાદ પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. અહીં છાતીમાં દુઃખાવો ઉપડતાં તેઓ મોટા ભાઈ સાથે માંડવીની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સારવાર બાદ તેઓ સાજો થઈ ગયા હતા, જો કે વારંવાર દુઃખાવો થતાં હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાતા સતવાણી વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. સંતવાણી પ્રદેશના તમામ નામી-અનામી કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.