ગાંધીનગર: સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટનો સામનો કરવા ગુજરાત સરકાર સજ્જ છે. આ દાવો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યો છે. તેમણે કહ્યું કે જે દેશોમાં નવા વેરિઅન્ટના કેસો વધ્યા છે એવા દેશોમાંથી આવતા યાત્રીઓનું એયરપોર્ટ પર સ્ક્રીનિંગ, ચેકીંગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી, ચોથી કે પાંચમી લહેર આવે કોઈએ ડરવાની જરૂર ન હોવાનો દાવો ઋષિકેશ પટેલે કર્યો છે. 


કોરોનાના નવા સ્ટ્રેન બાદ દુનિયાભરમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કોવિડ-19 અને રસીકરણ પર અંદાજે 2 કલાક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીને દક્ષિણ આફ્રિકાના નવા વેરિએંટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો વિશે જાણકારી અપાઈ. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓ સાથે કોવિડને કારણે લાગૂ આંતરરાષ્ટ્રીય યાત્રા પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજનાની સમીક્ષા કરવાનું કહ્યું છે. 


પીએમ મોદીએ આતંરરાષ્ટ્રીય યાત્રીઓના આવવા પર તેમનું મોનિટરિંગ અને ગાઈડલાઈનના હિસાબે ટેસ્ટિંગનો ઉલ્લેખ કરીને ખાસકરીને એવા જોખમવાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું કે, જ્યાંથી આ નવા કેસ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટથી દુનિયાભરમાં ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. આ નવા વેરિયન્ટના ખતરાને જોતા અનેક દેશનોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા, યૂરોપ, હોંગકોંગથી ફ્લાઈટ સતત ભારત આવી રહી છે. 


દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરીએન્ટ મળ્યા બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ rtpcr પર કરાશે.



વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.


WHO ના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે ટ્વીટ કર્યું, "નવા COVID19 વાયરસ વેરિઅન્ટ 'Omricron' માં મોટી સંખ્યામાં પરિવર્તનો છે, જેમાંથી કેટલાક ચિંતાજનક છે. આથી જ આપણે શક્ય તેટલી ઝડપથી #VaccinEquity પહોંચાડવાની જરૂર છે અને દરેક જગ્યાએ સૌથી વધુ સંવેદનશીલ છે. "લોકોની સુરક્ષા માટે અમારા પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવાની જરૂર છે."