પોરબંદર: ભર ઉનાળે એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવો જ પાણીની તંગીનો કિસ્સો સામે આવ્યો છે કુતિયાણા વિસ્તારમાં. અહીં પાણીની તંગીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.


હવે આ સમસ્યાને લઈને કુતિયાણા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ આકરાપાણીએ જોવા મળ્યા છે.  કુતિયાણા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે નર્મદા પાણીની લાઇન તોડી નાખી છે. કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખે પાણી માટે નર્મદાની લાઈનમાં ભંગાણ કર્યુ છે. પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ કુતિયાણામાં પાણી ન મળતાં હોવાથી લાઇન તોડી નાખી છે.


નર્મદા પાણીની લાઈન ઉપલેટા થી પોરબંદર આવતી હતી 


તમને જણાવી દઈએ કે, નર્મદા પાણીની લાઈન ઉપલેટાથી પોરબંદર આવતી હતી. હવે આ લાઈનને તોડી નાખવામાં આવતા પાણી માટે પોરબંદરવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પૂર્વ પ્રમુખે કોઈનો ડર નથી એમ કહી પાઇપ લાઈનમાં ભંગાણ કર્યું હતું. નોંધનિય છે કે, કુતિયાણા શહેરમાં 10 દિવસ સુધી શહેરની જનતાને પાણી નહીં મળતા જનતા સાથે રહેવાની કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખે વાત કરી છે. સરકારી પાઇપ લાઈનને JCBની મદદથી તોડી સરકારી સંપત્તિને નુકશાન કર્યું છે.




પોરબંદરમાં ઉનાળીના કાળઝાળ ગરમીમાં પાણી સમસ્યા યથાવત


તો બીજી તરફ પોરબંદરમાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જ્યારે શહેરના બોખીરા,જૂબેલી, આવાસ સહિતના વિસ્તારમાં એક અઠવાડીયાથી પાણી વિતરણ ન થતાં મહિલાઓમાં ઓક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોરબંદર નગરપાલિકા એવુ કહી રહી છે. પાઇપ લાઇનમાં પુરતા ફોર્સ પાણી ન મળતા કેટલાક વિસ્તારોમા પાણીની ફરિયાદો આવી રહી છે. સમસ્યાનુ નિરાકરણ વહેલી તકે આવે તે માટે પાલિકા કામગીરી કરી રહી હોવાના આશ્વાસન આપી રહ્યાં છે.


ગાંધીભુમિ પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી નગરજનોને પાણીનો જથ્થો અનિયમિત વિતરણ થઇ રહ્યો છે. પોરબંદર નગરપાલિકા વિસ્તારના બોખીરા-આવાસ- જુબેલી ગૈશાળા વાળા વિસ્તારમાં પાંચ, સાત કે દસ દિવસે પાણી વિતરણ થતુ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અને પાલિકા દ્વારા પાણી જ્યારે આપવામાં આવે છે તેનો કોઇ સમયે નક્કી હોતો નથી જેના લીધે મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મહીલાઓની માંગ છે પોરબંદર બે કે ત્રણ દિવસે પાણી આપવામાં આવે તે પુરતા ફોર્સથી આપવામાં આવે. હવે આવી સ્થિતિમાં નર્મદાની લાઈનમાં ભંગાણ થતા પોરબંદરવાસીઓને વધુ હાલાકી પડી શકે છે.