નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હીની એક કોર્ટે શિવલિંગ પર વીંછી નિવેદન માટે કોંગ્રેસ નેતા શશી થરૂર સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યુ છે.  પીએમ મોદીનો ઉલ્લેખ કરતાં શિવલિંગ પર વીંછી સંબંધીત થરૂરના નિવેદનને લઇ ગુમાહિત માનહાનિની ફરિયાદ અંગે કોર્ટમાં હાજર નહીં થવા માટે આ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.


ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ નવીન કુમાર કશ્યપે 27 નવેમ્બરે કોંગ્રેસ નેતાને હાજર રહેવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે વોરંટ થરૂર અને તેના વકીલને અદાલત સમક્ષ ઉપસ્થિત નહીં રહેવા પર જાહેર કરવામાં આવ્યું છે.  મેજિસ્ટ્રેટે ફરિયાદી બીજેપીના દિલ્હી એકમના નેતા રાજીવ બબ્બરને પણ કોર્ટમાં ઉપસ્થિત નહીં રહેવા માટે 500 રૂપિયાનો દંડ ફટકાર્યો.


રાજીવ બબ્બરે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાના નિવેદનથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આઈપીસીની કલમ 499 (માનહાનિ) અને 500 (માનહાનિ માટે સજા) અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તારક મહેતાની આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, દેખાડ્યો બેબી બંપ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની આપી મંજૂરી, શિવસેના ગઈ સુપ્રીમ કોર્ટમાં