ભરૂચઃ નવા વર્ષે જ અકંલેશ્વર ખાતે ચાર અલગ-અલગ સ્થળે સર્જાયેલા ખમખ્વાર અક્સમાતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતા. અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈ-વે પર બે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકંલેશ્વરમાં ચાર અલગ-અલગ સ્થળો પર સર્જાયેલા ચાર અકસ્માતમાં ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. બે અકસ્માત એક્સપ્રેસ હાઈ-વે પર, એક ગોલ્ડન બ્રિજ અને એક રાજપીપળા ચોકડી નજીક અકસ્માત સર્જાયા હતા. આ ચારેય અકસ્માતમાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. નેશનલ હાઈ-વે પર અકસ્માતના પગલે એક સાઈડમાં થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ત્યારબાદ અકસ્માત ગાડીઓ રોડ પરથી ખસેડી લેવામાં આવતા ટ્રાફિક હળવો થઈ ગયો હતો.