અરવલ્લી:લ્લામાં બાયડમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવાના 4 લોકોના કરૂણ મોત થયા છે. સીએનજી ટ્રકે બાઇકની ટક્કર મારતા પતિ પત્ની સહિત બે બાળકોના મોત થયા છે.
અરવલ્લી જિલ્લામાં બાયડમાં રોડ અકસ્માતે આખા પરિવારને વિખેરી નાખ્યો. અહીં બાઇક પર બે બાળકો અને પતિ પત્ની જતાં હતા આ સમયે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારતા 2 બાળકો સહિત પતિ પત્ની ચારેયના મોત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે એક જ પરિવારના 4 સભ્યોએ અંતિમ શ્વાસ લીધા. એક જ પરિવારના ચાર લોકોના મોતને લઈ પંથંકમાં શોક વ્યાપી ગયો છે. ઘટનાના પગલે લોકોની ભીડ રોડ પર એકઠી થઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રક ચાલકે સ્ટયરિંગ પર કાબૂ ગૂમાવતા તેને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
મૃતકોના નામ:
- જસુભાઈ તેજલભાઈ નાયકા ઉં - 33 વર્ષ (પતિ)
- ચંપાબેન જસુભાઈ નાયકા ઉં - 31 વર્ષ (પત્ની)
- યુવરાજ જસુભાઈ નાયકા ઉં - 6 વર્ષ (મોટો પુત્ર)
- રાજ જસુભાઈ નાયકા ઉં - 4 વર્ષ (નાનો પુત્ર)
Vadodara: વાઘોડિયામાં યુવક-યુવતીએ કરી આત્મહત્યા, ત્રણ વર્ષથી હતો પ્રેમ સંબંધ
ડોદરાના વાઘોડિયામાં યુવક યુવતીએ આત્મહત્યા કર્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર શહેરના વાઘોડિયાના જીતપુરમા ગળેફાંસો ખાઈ યુવક યુવતીએ આત્મહત્યા કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવક યુવતીને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબધમાં હતા પરંતુ લગ્ન નક્કી કરવામાં આવતા આ પગલું ભર્યું હોવાનો આરોપ છે.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Vadodara: કોરોનાથી વૃદ્ધનું મોત ? જાણો વિગત
Vadodara News: વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના 68 વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દર્દી હાઇપર ટેન્શન, અસ્થામા અને ટીબીની બીમારીથી પીડિત હતા. કોરોનાના લીધેજ મોત થયું છે કે નહીં તે ડેથ ઓડિટ કમિટી તપાસ કર્યા બાદ જાહેર કરશે. વડોદરામાં કોવિડના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોવિડ પોઝિટિવનો આંક વધી 35 પર પહોંચ્યો છે. 32 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે અને 3 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.
ગુજરાતમાં ગઈકાલે કોરોના કેસ 118 નોંધાયા હતા. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12 અને વડોદરામાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે 48 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં કોરોનાથી સાજો થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં હાલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 વેનટિલેટર પર છે અને 805 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1266977 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે અને 11047 લોકોના કોરોનાથી મોત થયા છે.