દ્વારકાઃ ખંભાળીયા પાસે આવેલ ખાણના ખાડામાં ન્હાવા પડેલા 4 લોકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખંભાળીયા કલેક્ટર કચેરી પાછળ રોડ પર આવેલ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ 4 જેટલા મજૂર પરિવારના લોકો ન્હાવા પડ્યા હતા. ખાડામાં ડૂબી જતા 3 બાળકો અને એક આધેડનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા ડિઝાસ્ટર તેમજ ફાયરની ટિમ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે. ગરીબ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે શહેરમાં પણ દુઃખનો માહોલ સર્જાયો છે.
દ્વારકાઃ ખંભાળીયા પાસે ખાડામાં ન્હાવા3 બાળકો સહિત આધેડનું ડૂબી જવાથી મોત, ઘટનાસ્થળે ઉમટ્યા ટોળેટોળા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jul 2020 10:09 AM (IST)
ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હોઈ 4 જેટલા મજૂર પરિવારના લોકો ન્હાવા પડ્યા હતા. ખાડામાં ડૂબી જતા 3 બાળકો અને એક આધેડનું મોત થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -