અમદાવાદઃ આગામી 26 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડાવની આગાહી કરવામાં આવી છે.  જ્યારે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ હળવો વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, 25 જુલાઈના રોજ દીવ-દમણ-દાદરા નગર હવેલીમાં ૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાના સાથે વરસાદની શક્યતા છે. જ્યારે ભરૂચ-સુરત-નવસારી-વલસાડ-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

૨૬મીએ ભરૂચ-સુરત-ડાંગ-તાપી-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-જુનાગઢ-ગીર સોમનાથ-રાજકોટ-પોરબંદર-અમરેલી-દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને ૨૭મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-દ્વારકા-પોરબંદર-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં માત્ર હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં રવિવારે બપોરે-સોમવારે સવારે-મંગળવારે બપોરે છૂટાછવાયા ઝાપટા પડે તેની સંભાવના છે.