પાટણઃ 10 લાખ રૂપિયાની લેતી દેતી મામલે સિદ્ધપુરના યુવકનું અપહરણ કરાયું છે. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે, જેમાં ઊંઝાના કહોડા અને સુરપુરા ગામના 4 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. અપહરણ કર્યા બાદ યુવકના પરિવારજનો પાસે 10 લાખની માંગણી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.